અંતરમન

  • 3.4k
  • 1.1k

અંતરમન*****અંતરમનમાં ચાલી રહ્યા દ્વંદયુદ્ધ અને મનમાં ચાલી રહેલ ઘેરાયેલ તમામ આશંકાઓ ને માત આપી જીત મેળવવા માટેની નાનકડી વાત એટલે અંતરમન.. ..******* સૂર્યની કિરણો દરિયાના લહેરાતા મોજાઓને અથડાઈને પરાવર્તિત થઈ રહ્યા હતા અને એના તેજમય લીસોટા દરિયા કિનારાની રેતીને સોનાની જેમ ચમકાવી રહ્યા હતા. પણ આ રેતીને સૂરજના સોનેરી કિરણોથી વધારે અમૂલ્ય બનાવી રહ્યા હતા તે સમયે તેમાં હવાની જેમ રેલાઈ રહેલ ચાર કદમો અને તેનાથી રચાઈ રહેલ ભીની ભીની નિશાનીઓ. એકબીજામાં ખોવાયેલ બે ઓળાઓ જાણે દુનિયાથી સંપૂર્ણ બેખબર ખુદની મસ્તીમાં ગળાડૂબ હતા. બે મજબૂત હાથોમાં બે સુંદર કોમળ હથેળીઓ ક્યારેક ઝીલાતી તો ક્યારેક સંગીતના સૂરોની જેમ અહી તહી એકબીજાને