બારી..એક ડોકિયું.. સ્વપ્નલોકથી વાસ્તવિકતાં સુધી.. - 4 - છેલ્લો ભાગ

  • 2.2k
  • 1
  • 948

ઘરના તમામ નોકરો દોડધામ કરી રહ્યા હતા અને બધા મુખ્ય હોલ તરફ જઈ રહ્યા હતા. દરેકના મોં ઉપર ગભરાહટ છવાઈ ગયેલ હતો. "તમને ઘર સંભાળતા ન આવડતું હોય તો સીધી રીતે કહી દો. પણ આમ કોઈ પણ જાતનું નુકશાન અને કામમાં બેદરકારી મને પોષાશે નહિ." બંગલામાં પ્રવેશતા જ ગગનના કાને મોટો અવાજ પડઘાયો. અંદર જઈને જોયું તો બધા નોકરો હોલની મધ્યમાં અદબવાળીને નીચું મોં કરીને લાઈનસર ઉભા હતા અને શેઠાણી પેલી વયસ્ક સ્ત્રીને ગુસ્સાથી જોઈ બરાડી રહી હતી. પેલી સ્ત્રી શેઠાણીને સમજાવવાની કોશિશ કરી રહી હતી પણ શેઠાણી કઈ જ માનવ તૈયાર નહોતી. તેની વાત પરથી ઘરની કોઈ કિંમતી વસ્તુ