કીસ

(11)
  • 5.1k
  • 2k

કીસ ***શરણાઈના સૂર રેલાઈ રહ્યા હતા. હસ્ત મેળાપ ચાલતો હતો. સૂર અને ધ્વનીનું લગ્ન ઉમંગભેર જ્યારે હું નિરખી રહી હતી, ત્યારે મનમાં થયું કોના ચહેરાને દાદ દેવી સૂરના કે ધ્વનીના. બન્નેને ભગવાને ખૂબ કાળજીથી બનાવ્યા હતા. એક જ વર્ગમાં સાથે ભણતા હતા. ક્યારેય પ્રેમને નજીક ઢુંકવા દીધો ન હતો. કિંતુ, પ્રેમ ક્યારે અને કોની સાથે થઈ જાય છે તે ખબર પડતી નથી. સાચું પૂછો તો એક વાત ચોક્કસ જણાશે, પ્રેમ અને અકસ્માત ક્યારે થાય છે તેનું નક્કી નહી. અધુરામાં પુરું બન્ને આગળથી જાણ પણ કરતાં નથી. એ તો થઈ જાય પછી આંખ ખૂલે, ‘થઈ ગયો’ ! ત્યારે ખૂબ મોડું થઈ