શેઠ ડાયા પૂનાની હોટલ એટલે એક...કડક...મીઠી…ચા. સવારે વહેલા નીક્ળી ડાયા પુનાની ચા પીયને ટ્રેન પકડીયે આ સંવાદ ભાવનગરમાં વર્ષો સુધી બોલાતો હતો. ખાર ગેટ પાસે શેઠ ડાયા પુનાની હોટલ એક લેંડ માર્ક હતી. લગભગ એંસી કે નેવુ વર્ષ પહેલા શરૂ થયેલી આ હોટલ ની ઘણી ખુબીઓ હતી. સહેજ ઉંચી ત્રણ પગથીયાં ચડી હોટલમાં દાખલ થવાનું. ડાબી બાજુ ઉંચી ખુરશીમાં શેઠ બેઠા હોય. શરીરે સશક્ત. અવાજ પણ ભારે. હાથમાં બીડી હોય. આખું ભાવનગર તેમને ઓળખે. ડાયા પુના નામ ભાવનગરમાં એટલું પ્રચલિત થયેલું કે કોઈને મળવાનું હોય તો પણ કહેવાતું કે ડાયા પુનાની હોટલે મળીયે. હોટલનો લાકડાનો ગલ્લો. સીસમના લાકડાના બાંકડા, ટેબલ