દૈત્યાધિપતિ II - ૬

  • 3.6k
  • 2
  • 1.4k

‘હું મજાક કરું છું. તમે કોણ છો? અહી પહેલી વાર જોયા.’ ‘હું સુધા. આ મંંદિરના પંડિતની દીકરી. મે પણ તમને નથી જોયા. તમે?’ ‘હું.. તો અહી મારા ભાઈના ઘરે રહેવા આવી છું- હું.. મારે મોડુ થાય છે, હું નિકળૂ.’ કહી તે સ્ત્રી તો જતી જ રહી. સુધા તેને જોતી રહી, પછી તેને તેના ઘર તરફ પ્રયાણ કર્યું. તેની બા અમેય અને મૃગધા સાથે બેસી હતી, તેઓના હાથમાં ચાના ગરમ પ્યાલા હતા. ‘તમે તો મને મૂકીને જ આવતા રહ્યા.’ ‘અમને લાગ્યું કે તું અવિરાજ સાથે જ આવીશ.’ અમેય એ જવાબ આપ્યો. પણ તે તો સુધા સાથે જ ચાલતો હતો. તો પછી