નિર્દોષ ખૂની

(20)
  • 4.9k
  • 1
  • 1.6k

બપોર ઢળવા આવી હતી, હું વિચારતી હતી કે 'આજે કંઈ કામ નથી તો ઘરની સાફ-સફાઈ કરી લઉં?, કે સાંજના ભોજનની તૈયારી કરી લઉં? ' એવા વિચારો સાથે મેં બારી બહાર જોયું. બહાર કંપાઉન્ડ મા સિક્યોરિટી વાળા સદાશિવ કાકા રોજ ની જેમ જ પોતાનો રેડિયો સાંભળી રહ્યાં હતાં. અને કંઈક ગીત ગણગણી રહ્યા હતા ,સદાશિવ કાકાનો હમેશા હસતો ચહેરો મને મારા પિતાની યાદ અપાવી જતો, એમની ઉંમર લગભગ પંચાવન-છપ્પન વર્ષ હશે,તેઓ રોજ સમયસર ફરજ પર હાજર હોય, અને દરરોજ સોસાયટીના બાળકો માટે ચોકલેટ તો લાવે જ. ત્યાં જ અચાનક ડોરબેલ વાગી, મે દરવાજો ખોલ્યો, સામે રાધિકા અને ગૌતમ ઊભા હતા. ગૌતમ