વળગણ - 1

(15)
  • 4.2k
  • 1
  • 1.7k

ગોળમટોળ નાનકડી બે આંખો નિયત સમયે અટકી અને ફરી રફતાર પકડી અદ્રશ્ય થઈ ગઈ. અને મને ફરી વિચારોના ચક્રવ્યૂહમાં ફસાવી દીધી. આજથી બે વર્ષ પહેલાં આ જ ફળિયામાં, આ જ હિંડોળે ઝૂલતાં અચાનક બે-ત્રણ ચીસો સંભળાઈ, સાથે એક ધડાકો પણ. આજુબાજુથી એક-બે જણાં બુમો પાડતાં, લાકડીઓ લઈને મારી સામે ધસી આવ્યા. ચૌદેક વર્ષની મને કોઈ વાતનો અંદાજો આવી રહ્યો નહોતો. બધાને મારી સામે દોડતાં આવતાં જોઈ મેં મારા બંને હાથથી મારા કાન ઢાંકયા અને કોણીઓથી ઢંકાય એટલી આંખો ઢાંકી દીધી. થોડી વારમાં જ જાણેકે સામેથી આવતું પૂર મને ધક્કો મારીને આગળ નીકળી ગયું. મારો રાજધાની એક્સપ્રેસની સ્પીડે વધી ગયેલા મારા