પતંગ.. ઉડાન સપનાઓની

  • 2.9k
  • 1
  • 1k

આખા શહેરમાં જાણે ખળભળાટ મચી ગયો હતો. રોકીનો પતંગ રોકાવાનું નામ જ લઈ રહ્યો નહોતો. રસ્તામાં આવતા દરેક પતંગને તે ધૂળ ચટાવી રહ્યો હતો. ખુલ્લા આકાશમાં અલમસ્ત લહેરાતો રોકીનો પતંગ હવાની સાથે ઊંચી ઉડાન ભરવા નીકળ્યો હતો જેને કોઈ થંભાવી શકે એમ નહોતું. ઉપર ગગનમાં પતંગ અને નીચે ધરતી ઉપર રોકીના કદમો, બંનેમાં જાણે પાંખ લાગી ગઈ હતી. પતંગને વધુ ને વધુ ઉપર અને દૂર પહોંચાડવા રોકી એક ધાબા ઉપરથી બીજા ધાબા ઉપર ફલાંગ લગાવતો ઉડી રહ્યો હતો અને આ કુતૂહલ જોવા આખું શહેર ભેગુ થયું હતું. આજ સુધી આવી ઉત્તરાયણ આ શહેરે ક્યારે જોઈ નહોતી માટે લોકો રોકીને ઉત્તરાયણનો