ગોરજ થી ગાય માતા સુધીની સફર.

  • 4.7k
  • 1
  • 1.6k

ગોરજ થી ગાયમાતા સુધીની સફર.ગોરજ શબ્દ "શ્રીકૃષ્ણ ભગવાન"ના વખતથી બોલાતો આવ્યો છે.કેમકે ગોકૂળ વનરાવનનાબાળગોપાલ સાથે તેઓ વગડે ગાયો ચરાવતા આખ્યાનો,લેખ, કથા આપણે સાંભળી છે.(ગાયની વ્યાખ્યા વેદોએ કરી છે."ગાય એટલે કે જે પશુ સસ્તન છે,દૂધ આપે છે અને ગળે ધાબળી છે,તેવા પશુને ગાય કહેવાય.")બીજા શબ્દમાં કહીએ તો 'ગોધૂલી' શબ્દ તેને માટે વધુ બંધબેસતો આવે છે.સાંજે સીમાડે ચરીને જયારે ગામ તરફ આવતી બધીજ ગાયોના પગ ઉતાવળા હોય છે.કેમકે દુધાળા પશુ હોય તો તેનો માલિક દોહવા માટે વિશેષ લીલો ચારો કે ખાણ દોહવા વખતે ગભાણમાં આપતો હોય છે.બીજી બાજુ આખો દિવસ તેનું વાછરું ભૂખ્યું હોય છે,એટલે તેને ધવડાવવા તે ખુબ અધીરી બની હોય