એન્ટોન ચેખવ - 2

  • 4.2k
  • 2
  • 1.8k

તેને એ પણ યાદ આવ્યું કે એ પાર્ટી પછી નક્કી થયું કે પેલા વકીલને પોતાના કારાવાસ દરમ્યાન સખ્ત નજર માં સાહુકારના બગીચાની વચ્ચે આવેલ રૂમમાં કેદ કરવામાં આવશે. જ્યારે તે કારાવાસમાં રહેશે ત્યારે કોઈની સાથે મળી શકે નહિ અને વાતપણ કરી શકે શકશે નહિ. તેને વાંચવા માટે ન્યુઝ પેપર પણ નહિ આપી શકાય અને કોઈનો પત્ર પણ નહિ મળે. હા! તેને એક વાજિંત્ર આપવામાં આવશે. વાંચવા માટે પુસ્તકો મળી રહેશે. અને એ પત્ર પણ લખી શકશે. તે દારુ પી શકશે અને ધુમ્રપાન પણ કરી શકશે. બહારની દુનિયાનો કોઈ સંપર્ક થશે નહિ. માત્ર એક નાની બારી બનાવેલી હતી જ્યાંથી તે પોતાની