જતીન ભટ્ટ (નિજ ) રચિત એક અલગ પ્રકારની, સડસડાટ વહેતી , અને રસાળ શૈલીમાં કહેતી એક અલગ પ્રકારનું આલેખન: એનીવર્સરી ની ઉજવણી ગોટ્યા ના દાદા દાદી ની ૫૦મી મેરેજ એનીવર્સરી આવી , એટલે ગોટયા એ દાદા દાદી ને એનીવર્સરી ઉજવવા માટે મનાવ્યા, એમણે હા પાડી એટલે ગોટયાએ અને ગોટલીએ ( ગોટયા ની વહુ) પપ્પા મમ્મી ને વાત કરી ને બધો પ્લાન બનાવી દીધો..,ને લો ઉજવણી ચાલુ થઈ ગઈ.,.પહેલા તો દાદીએ જુની પેટી માંથી ઘરચોળું કાઢ્યું, સારી સ્થિતિ માં હતું, ને દાદા એ જૂનો સફારી શોધી કાઢ્યો, બહુ ઢીલું પડતું હતું, પણ ના આ પહેરીનેજ એનીવર્સરી મનાવવી છે, એટલે ગોટ્યા એ