એક પૂનમની રાત - પ્રકરણ - ૧૦૬

(107)
  • 6.9k
  • 3
  • 4.1k

પ્રકરણ - ૧૦૬ સિદ્ધાર્થ અને ઝંખના એકબીજામાં પરોવાયેલાં ગતજનમની પ્રેતયોની - પ્રેમયોનીની વાતો કરી રહ્યાં છે. સિદ્ધાર્થનાં મનમાં અનેક પ્રશ્નો છે. સિદ્ધાર્થ એક સ્થૂળ શરીર ધરાવનાર માનવ છે એની પાસે કોઈ સિદ્ધિઓ નથી પણ પ્રેમ શક્તિ છે. પ્રેમનું તપ છે એને ઝંખનાનાં મેળાપ થયાં પછી જીવન સ્વર્ગ જેવું લાગી રહ્યું છે. પોતાની નોકરીની ફરજો બજાવતાં બજાવતાં અનાયસે જાણે ઝંખનાનો મેળાપ થઇ ગયો હોય એમ લાગે છે. આખું જીવન બ્રહ્મચર્યમાં વિતાવ્યું કોઈ સ્ત્રી તરફ ખરાબ નજરે જોયું નથી ગમે તેવી રૂપસુંદરી હોય કે સુંદરતાની મૂર્તિ એની આંખમાં ક્યારેય વાસના સળવળી નથી. આજે ઝંખનાં સાથેનાં વાર્તાલાપ પછી એ ઝંખનાને પૂછે છે કે