થલાઇવી

  • 3.2k
  • 1
  • 1.2k

થલાઈવીફિલ્મ વિશે બે વાક્યો ધ્યાને લેવાં જેવાં છે. (૧)બતાવ્યું ઓછું અને છૂપાવ્યું વધારે. (૨) વધુ પડતી લાંબી ફિલ્મ બનાવી.આમ તો વિરોધાભાસી લાગે તેવાં વાક્યો છે, પણ બંને સાચાં છે. હીરોઇન તથા રાજકારણી - એમ બેવડી ઓળખ સાથે ધૂંઆધાર જીવન જીવી ગયેલ જયલલિતાના જીવન પર આધારિત બાયોપિક બનાવવામાં ડિરેક્ટરે કરેલ ગંભીર ભૂલના કારણે ઉક્ત બે વાક્યો લખવા પડ્યાં છે.ત્રીજું વાક્ય પણ ધ્યાનમાં રાખો. (૩) આ ફિલ્મનું શીર્ષક યોગ્ય નથી. માત્ર થલાઈવી ના હોવું જોઈએ. થલાઈવા શબ્દ સાથે જોડી બનાવવાની જરૂર હતી.કંગના રનૌતને શીર્ષક મુજબના મુખ્ય પાત્રમાં ચમકાવતી આ ફિલ્મમાં ખરેખર બે મુખ્ય પાત્રો છે. તામિલનાડુના અતિલોકપ્રિય નેતા એમ.જી.આરના જીવન સાથે જયલલિતાનું