અલ અશ્કારા - ઓમાનનું પ્રવાસ સ્થળ

  • 2.4k
  • 1
  • 810

હાલ હું મસ્કત છું. તે ઓમાન દેશની રાજધાની છે. અહીં મે 2022માં અત્યારે રમઝાન મહિનો પૂરો થઈ આપણી દિવાળી જેવો સહુથી મહત્વનો તહેવાર ઈદ ચાલે છે. ગયા વિકલી હોલીડે 1.5.22 શુક્રવારથી આવતી કાલ 6 મે અને 7.5.22 સુધી સંપૂર્ણ રજાઓ છે. આપણા દિવાળી થી લાભપાંચમ જેવું વેકેશન. મુખ્ય ઈદ ને દિવસે સવારે 6.30 ની મુખ્ય નમાઝ બાદ સહુ ઓમાની સ્ત્રી પુરુષો એકદમ ઈસ્ત્રી ટાઇટ નવાં વસ્ત્રોમાં સજ્જ થઈ કારો માં નીકળી પડેલાં. સ્ત્રીઓ અહીં મોં ખુલ્લું રાખે છે પણ આખા શરીરને ઢાંકતો કાળો ગાઉન પહેરે છે જેને અબાયા કહે છે. તે અબાયા પણ ઈદ નિમિત્તે આછો કેસરી, ગુલાબી, નીલો કે