ખાવાનું ભાડુ!??

(19)
  • 4k
  • 1
  • 1.6k

આજ બાજુવાળા મીના કાકી સવાર સવારમાં ઘરે આવ્યા હતા. બઉ ટેન્શનમાં હતા, શું થયું એવું પૂછતા બિચારા રડી પડ્યા. એમને પાણી આપીને અમે શાંત કર્યા. એ વખતે મારા પતિ પણ ઘરે જ હતા. એમણે કાકીના હાથ પર હાથ રાખીને એક દિકરાની જેમ પુછ્યું, કાકી શું થયું? કેમ રડો છો? કાકા કંઈ બોલ્યા? ભાવેશ સાથે માથાકુટ થઈ? કે પછી શીતલ કઈ બોલી?( ભાવેશ અને શીતલ કાકીના દિકરા અને વહુ). માંડ શાંત થતાં કાકી બોલવા લાગ્યા, તમારા કાકાએ ભાવેશ અને શીતલ પાસેથી ભાડુ માંગ્યું છે. ને સાંજ સુધી એમને જવાબ આપવાનો સમય આપ્યો છે, ત્યાર બાદ એ એમનો ફેંસલો સંભળાવશે. હું ને