અલ્પવિરામ અને પૂર્ણવિરામ

  • 2.9k
  • 1.2k

ઘરની બધી વ્યક્તિઓ ચિંતામાં હતી. હવે શું કરીશું? નંદિનીને આપણે કેવી રીતે આ વાત કહીશું? ડોક્ટરોએ તો પુરી ઈમાનદારીથી પોતાની ફરજ બજાવી હતી. નંદિનીના બા, બાપુજી, ભાઈ રાહુલ અને ભાભી મંદાકિની બધા ચિંતામાં હતા. બધા ને એક જ પ્રશ્ન સતાવતો હતો કે જ્યારે નંદિની આંખો ખોલશે અને કશું જ જોઈ નહીં શકે ત્યારે શું થશે? હા. નંદિની એ એક જીવલેણ અકસ્માતમાં આંખો ગુમાવી હતી. એનો જીવ તો બચી ગયો હતો પણ તેણે પોતાની અમૂલ્ય આંખો ગુમાવી દીધી હતી. આમ તો ઈશ્વર એની જિંદગીમાં પૂર્ણવિરામ મુકવા ઇચ્છતા હતા પણ ભૂલથી અલ્પવિરામ મુકાઈ ગયું હતું. ઘરના બધા વિચારતા હતા કે, શાયદ ઈશ્વરે