સાચુ કોણ ?

  • 2.9k
  • 1.1k

ડીલક્સ પાનનાં ગલ્લે આવીને મેં પાનમાવો લીધો. ઘણીવાર સુધી આમતેમ આંટા માર્યા. સમય ન જતા બાજુની દુકાને નાસ્તો પણ કર્યો. હજુ પણ આકાશ આવ્યો ન હતો. આકાશને બે વખત મોબાઇલ કર્યા પણ એ ઉપાડતો જ ન હતો. હવે હું ખરેખર કંટાળ્યો હતો. મારે આકાશ પાસેથી પાર્ટી લેવાની હતી. આકાશ પાસે મેં કાંઇ સામેથી પાર્ટી માગી ન હતી. એણે જ પત્રકાર તરીકેની નવી નોકરી મળ્યાની ખુશીમાં પાર્ટીની વાત કહી હતી, અને આજે આમ એ ગુલ્લી મારી જાય તે કેમ ચાલે ? મનોમન બે ગાળ પણ ચોપડાવી દીધી. હવે મેં મારા મોબાઇલમાંથી આકાશને સતત કોલ કરવાનું શરૂ કર્યુ. આખરે આકાશે ફોન ઉપાડ્યો