છુન્દો અને મુરમ્બો

  • 2.3k
  • 1
  • 760

છુંદો અને મુરબ્બો - આ બન્નેમાં શું ફેર ??આપણે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કેરીની સિઝન શરૂ થાય એટલે ખાટા અને મીઠા (ગળ્યા) એમ બે પ્રકારના અથાણા બને. મોટા ભાગના અથાણામાં કેરીનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગ તો થતો જ હોય છે એટલે જે મીઠા અથાણા બને છે એમાં ખાંડ કે ગોળ ઉમેરીને એમાં ગળપણ લાવવામાં આવે. ડાળા ગરમર, કેરડા, બોળીયા કે બાફીયા ગુંદા - આ બધાં અથાણાનો સ્વાદ ન ખાટામાં આવે કે ન ગળ્યામાં આવે. પણ તો યે બધાંમાં કેરીની જરૂર તો પડે જ છે. કેમ કે કેરીની જે ખટાશ છે એ જ એક પ્રકારનુ 'પ્રિઝર્વેટીવ' છે જે અથાણાની આવરદા વધારવામાં કામ લાગે