“પદ્મિની, હું થોડાં દિવસ માતા સાથે રહેવાં માંગુ છું.”આર્યાએ કહ્યું. “ઠીક છે આર્યા. તો હવે હું અને રાજકુમાર અર્જુન અહીંથી નીકળીએ એટલે સૂર્યાસ્ત પહેલાં રાજમહેલ પહોંચી જઈએ.”પદ્મિનીએ કહ્યું. અર્જુન અને પદ્મિની ગુરુ સંદીપની આજ્ઞા લઈને પરત જવા માટે નીકળ્યાં. અડધાં કરતાં પણ વધુ માર્ગ કપાઇ ગયો હતો છતાં પણ બંને વચ્ચે એક પ્રકારનું મૌન પથરાયેલું હતું. હવે આગળ : “રાજકુમાર,તમે હજુ પણ મારાથી ક્રોધિત છો?”પદ્મિનીએ પૂછ્યું. અર્જુને પદ્મિની સામે એક ક્ષણ પૂરતું જોયું અને ફરીથી આગળ જોઈને ચાલવા લાગ્યો.તેનો આવો વર્તાવ જોઈને પદ્મિનીએ ચાલતાં-ચાલતાં જ કહ્યું, “રાજકુમાર, મારાં માતા-પિતા કહેતાં કે હું જ્યારે નાની હતી ત્યારે બહું જ ડાહી હતી.