ભરોસો

(14)
  • 3k
  • 2
  • 1.2k

“ભરોસો” શિવ અને શિવાની માતા-પિતા તથા વતનથી દૂર સૂરતમાં રહેતા. સંતાનમાં એક ૪ વર્ષની પુત્રી શૈલ. શિવાની નોકરી કરતી અને શિવને ધંધો હતો. દાદા-બા માતાજીના ઉપાસક હતા. કર્મકાંડ અને ધાર્મિક પ્રવૃત્તિ વાલા આસ્તિક હતા. લગ્નના પ્રથમ વર્ષથી જ શિવાની અને શિવનો નિયમ હતો કે દરેક તહેવાર અને રજાના દિવસો વતનમાં માતા-પિતા સાથે કરતા અને ત્યાં બેનોના છોકરા સાથે પરિવારની જેમ રહેતાં. શિવ ચાર બહેનો વચ્ચે એક ભાઈ હતો. દાદા-બા ભાણેજને એટલું રાખતા કે તે જોઈ શિવાની અને શિવને એમ કે આપણું આવનારું સંતાનતો જીવનો ટુકડો હશે. સમય જતાં શિવ-શિવાનીને ત્યાં લક્ષ્મીનો જન્મ થયો. શિવાની નોકરી જાય ત્યારે શૈલને સાચવવા માટે