સવાર નો સૂરજ ઊગ્યો પણ આદિત્ય ના જીવન માં હજી પણ એ કાળ રાત્રિ જ ચાલે છે. સૂમસાન ઘર માં સબંધી ઓ ની આવ જા છે પણ સ્નેહ લાગણી વગર ના. ત્રણ રૂમ રસોડા નું આ મોટું મકાન પણ એક ખંડેર જેવો અહેસાસ આપે છે આદિત્ય ને. અને કેમ ના થાય આટલા મોટા ઘર માં એ અને એની મમ્મી બે જ લોકો રહેતા હતા છતાં પણ પૂરો દિવસ ઘર માં મમ્મી ની વાતો, મમ્મી નો ગુસ્સો, ક્યારેક સામાજિક વાતો રિવાજો શિખવતા આ બધા થી ઘર હમેશાં ગુંજતું રહેતું હતું. પણ આ કોરોના કાળ બની ને આવ્યું અને એની પાસે થી