બાળ બોધકથાઓ - 6 - ચનો ડાકુ

  • 23.2k
  • 3
  • 8.3k

ચનો ડાકુ બહુ સમય પહેલાની વાત છે . વીરદળ નામનું એક ગામ હતું . જાણે સ્વયં લક્ષ્મી-નારાયણ બંન્નેના આશિષ પામેલું હોય એવું સુખ-સમૃદ્ધિથી છલકાતું ગામ . ગામની સીમ પાસે મમતાથી ભરેલી મા જેવી એક પવિત્ર નદી વહે . એ પવિત્ર નદી કિનારે એક સંતશ્રીનો આશ્રમ . સંતશ્રી ભગવાનની ભક્તિ-પુજા કરે સવાર સાંજ ગ્રામજનો તેમની પાસે આવે સારી સારી વાતો સાંભળે આમ આશ્રમ ખૂબ સારી રીતે ચાલતો હતો . એમાં એક વાર ઉનાળાના ભળભળતા તાપમાં એક વટેમાર્ગુ આશ્રમમાં આવ્યો પણ કળયુગની કાળાશ ધારણ કરી હોય એવા એના વાળ અને ઘેઘૂર દાઢી . ક્રોધને પોતાનો શણગાર સમજતી હોય એવી લાલઘૂમ આંખો .