દુલ્હેરાજા

  • 2.2k
  • 864

રવીના એક મોટી કંપનીમાં માર્કેટિંગ મેનેજર હતી. એ માત્ર કામ પ્રત્યે જ નહિ પણ દરેક બાબતમાં પુરેપુરી વાસ્તવદર્શી હતી. આમ તો તેને માર્કેટિંગ કરવા ક્યાંય જવાનું ન હતું પણ એને કંપની માટે જુદા જુદા દસ શહેરમાં આવેલી ફ્રેન્ચાઇઝી સરળ રીતે ચાલે એ માટે મેનેજમેન્ટ કરવાનું હતું. હમણાં હમણાં રવીનાનાં હાથ નીચે એક નવો જ કર્મચારી ગોવિંદ રાખવામાં આવ્યો હતો. થોડા જ સમયમાં આ ગોવિંદ એની કામ કરવાની ચોક્કસાઈ અને એનો નિખાલસ અને રમુજી સ્વાભાવને કારણે રવીનાનો માનીતો બની ગયો હતો. થોડા જ સમયમાં ગોવિંદ અને રવીના એ રીતે હળીમળી ગયા હતાં કે જેને કારણે કંપનીનાં કામ પણ ફટાફટ અને સરળ