પરિતા - ભાગ - 12

  • 3.3k
  • 1.8k

પરિતાએ પોતાની આ જ જિંદગી સ્વીકારી લીધી હતી. સમર્થની પરિસ્થિતિ એવી જ હતી, કામનું દબાણ ને એનાં લીધે સદા ગુસ્સામાં જ રહેતો સ્વભાવ. દીપ કયા ધોરણમાં ભણે છે...? શું ભણે છે...? કેવું ભણે છે...? એ બાબતે એનું કશું જ ધ્યાન રહેતું નહિ. એ સવારનો જતો રહેતો તે છેક મોડી રાત્રે ઘરે પાછો ફરતો હતો. પરિતા ઓનલાઈન જે કામ કરી રહી હતી , એનાં કારણે એ પાર્થનાં પરિચયમાં આવી. પાર્થ થોડો બોલકો હતો, એટલે એ કામ સિવાય પણ પરિતા સાથે થોડીઘણી આડી - અવળી પણ વાત કરી લેતો હતો. કામ સિવાયની આવી થોડી વાતોને કારણે પરિતાને સારું લાગતું હતું. પોતે એક