રાજુ બન ગયા જેન્ટલમેન - 6

  • 2.7k
  • 1.1k

બે દિવસ સુધી રાજુ,દીપુ ને કે ઘરના કોઈ ને જોવા ના મળ્યો . લાલો અને મોહન કાકા લગ્ન પછીના બિલોની ચુકવણીમાં વ્યસ્ત રહ્યા.આ તરફ દીપુ રાજુને ફોન કર્યા કર થઈ રહી હતી પણ રાજુ તેનો ફોન ઉપાડી રહ્યો ન હતો,દીપુ સાવ આકળ- વ્યકાળ થઈ રહી હતી.રાજુ તેના ઘરમાં પણ કોઈને કહ્યા વગર ક્યાંક જતો રહ્યો હતો. રાજુ ની ચિંતામાં દીપુ ગુમસુમ હતી એક સ્પષ્ટ દેખાતું હતું.“લાલા યાર રાજુ ક્યાં ગયો હશે ? એને બે દિવસથી જોયો નથી પ્લીઝ કાંઈક કરને, શોધી લાવને.” દીપુએ બહુ જ ચિંતામાં કહ્યું “એને તારી પાસે બે દિવસમાં માંગ્યા છે ને, બસ બે દિવસ પૂરા થવા