બારી ની બહાર જોઈ રહેલા રાધિકાબેન ને શ્યામભાઈ બોલાવી રહ્યા હતા પણ રાધિકાબેન ને તો જાણે અવાજ કાને પડતો જ નહતો. એ તો એમના વિચારો માં જ મગ્ન હતા. ચાંદ ને નિહાળી ને ભૂતકાળ માં ગરકાવ થઇ ગયા હતા. અચાનક શ્યામભાઇ એ આવીને એમના હાથ પર હાથ રાખ્યો ત્યારે એ વર્તમાન માં પાછા આવ્યા પણ આંખો માં નમી સાથે. શ્યામભાઇ - શુ વિચારે છે? રાધિકાબેન - કઈ નહી શ્યામભાઇ - તને ખબર છે ને ખોટું બોલતા નથી આવડતુ તને? બોલ હવે શુ થયું? રાધિકાબેન - વિચારું છું કે જે ઘર ને આપડે આમ સજાવી ને રાખ્યું. જ્યાં આપડા સુખ દુઃખ