ભાવનગર મહારાજ તખ્તસિંહજી

  • 4.8k
  • 1.5k

આ એ સમયની વાત છે જ્યારે ભાવનગરની ગાદી પર મહારાજ તખ્તસિંહજી ગોહિલ હતા ગાફ ગામમાં ચુડાસમા ઠાકોરને ત્યાં શુભ પ્રસંગ હતો એટલે બધા રાજવીઓને આમંત્રણ હતું, આ આમંત્રણમાં ભાવનગર મહારાજ તખ્તસિંહજી બાપુ પણ આવવાના હતા આ વાત ગામની ગરીબ દરજીની દીકરીને ખબર પડી એ ભાવનગરની હતી અને એનું સાસરું ગાફ ગામમાં હતું એને આ વાત જ્યારે ખબર પડી કે મારો બાપ આવવાનો છે ભાવેણાનો ધણી એને ઘણો હરખ થયો અને એની નણંદ ,જેઠાણી,દેરાણી અને સાસુને બધાને કહી દીધું "મારો બાપ આવવાનો છે ભાવેણાનો ધણી, અમારા બાપુ બધા રાજાથી મોટા છે" હરખમાને હરખમાને એને પોરોહ નથી સમાતો એ દી પણ આવી