સિંધુરક્ષક

  • 2.3k
  • 1
  • 888

બંને સ્પષ્ટ રીતે દૃશ્યમાન હતાં - ફાટેલાં રાષ્ટ્રધ્વજમાંથી ડોકાતા સૂતરના તાંતણા અને ગાલ પર ઊપસેલી આંગળીઓની છાપ. પ્રથમેશના પપ્પાના પંજાના પ્રચંડ પ્રહારથી પ્રથમેશના પરિવારના પંડમાં પળવારમાં પથ્થર પેઠેનો પ્રભાવ પ્રગટ્યો હતો. સૌની સજ્જડતા મૌન સ્વરૂપે કાંપતી હતી. છેવટે પ્રથમેશે જ પપ્પાની લાગણી સમજીને આંસુ થીજાવીને નવો તિરંગો ખરીદવા વિનંતી કરી, સાથે પોતે તિરંગાને હાથ નહીં લગાડે અને દીદીને હેરાન નહીં કરે તેવી ખાતરી પણ આપી. આંખ પાછળ છુપાવેલાં આંસુ, ચહેરા પરનો પસ્તાવો અને સુધારાની મક્કમતા જોઈને ફોજી પિતા મહેન્દ્રભાઈનું લશ્કરી મગજ પણ અચાનક નરમ પડ્યું હતું. તેમણે તુરંત બંને ભાઈ બહેનને અલાયદા તિરંગા અપાવી દીધાં. ફાટેલાં તિરંગાની નિયમો મુજબની સન્માનજનક