આડ

  • 2.9k
  • 1
  • 1k

"બોન સંજી ! તુંય ઓલકોર જાવા માંડી ?" "ના..રે.. મુ તો લહણીયુંના ડાચા ગણવા જૈતી." જમનાના સવાલનો સટ કરતો જવાબ વાળીને સેજલ માદરપાટના કપડાંની ચાદર સરખી કરીને પોતાની જગ્યાએ ગોઠવાઈ. તુરંત જમનાએ સાડીનો છેડો દાંત વચ્ચે દબાવ્યો. હાસ્ય છુપાવવાના ઇચ્છિત નિષ્ફળ પ્રયાસ સાથે ત્વરાથી પૂછ્યું, "તે.. ચેટલે પોગ્યો સે આંકડો ?" "વંડીએ તો ઘણીય ચડી સે, હવે ઠેકે ઈ હાચી !" "અને.. રઘલાનું ડાચું સું કેસ ?" "હાંઠીયુંનો હલો તો ઝાઝો થ્યો સે. પણ ખાલી જોવાનો હરખ. એકેય હાંઠી હજી બારી કાઢીન બટકાવી હોય ઇમ લાગતું નથ." આંખના ઇશારે દૂર હવામાં જરાતરા લહેરાતી મંદિરની ધજા તરફ ધ્યાન દોરતાં જમના બોલી,