ઘોર અંધારી રાત......

(18)
  • 4.5k
  • 1.6k

આ વાત છે સન ૧૯૯૨ ની.મુંબઈને અડીને આવેલા વસઈની પૂર્વ બાજુએ સાતેક કિલોમીટર દૂર અમારું ગામ,નામ સાતિવલી.આજેતો ગામ ઘણું વિકસી ગયું છે પણ નેવુંના દાયકામાં ઘણું નાનું હતું.ગામની એકતરફ તુંગારેશ્વરનો ડુંગર અને આસપાસ જંગલ.મરાઠી આદિવાસીઓ ગામનાં મૂળ રહેવાસી.પણ ગામ રાષ્ટ્રીય ધોરી માર્ગને અડીને આવેલું હોવાથી નાના મોટા ધંધા ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો હતો.અમારી પણ ગામમાં નાની એવી એક કરિયાણાની દુકાન હતી. દુકાનની પાછળ નાનું ઘર, જેમાં હું, મારા મોટા ભાઈ,ભાભી અને એમનાં નાનાં બાળકો મોજથી રહેતા હતા.ગામનું વાતાવરણ એકંદરે સારું હતું પણ ચોમાસું આવે એટલે મુશ્કેલ પરિસ્થિતિઓ નિર્માણ થવા લાગતી.વરસાદ દિવસો સુધી એકધારો વરસતો રહે જેનાથી નદી નાળાં છલકાઈ ઊઠે,વીજળી