પ્રેમ ક્ષિતિજ - ભાગ -૧૩

(21)
  • 3.1k
  • 2
  • 2.1k

શ્રેણિક એકીટશે શ્યામાના ચહેરાને જોઈ જ રહ્યો, સવારે જોયેલી એ જ બેનમુન યુવતી એની સમક્ષ રજુ થઇ એ જોઈને એ ખુશ થઈ ગયો, એના હાથમાં રહેલો ગાંઠિયાનો ટુકડો છટકી ગયો, એને ભાન થયું કે એની આજુબાજુ બધા બેઠાં છે અને આ એક સામાજિક પ્રસંગ છે, એની આંખો માત્ર શ્યામાને જોઈને પૂછી રહી કે 'તું અહી?' શ્યામા પણ એની નજર જુકાવીને સામે સોફા પર બેઠી, એણે ચોર નજરથી શ્રેણીકને જોયો અને તસલ્લી કરી કે આ તો એ ગાડીમાં સવાર હતો એ યુવક જ છે, એ એની પર્સનાલિટીથી જાણે મોહાઈ ગઈ પરંતું આવો નવયુવાન એના જેવી ગામડાની ગોરીને કઈ રીતે પસંદ કરશે