સોનાની કેરી

(17)
  • 5.5k
  • 3
  • 1.9k

આજે ઓફિસ જતી વખતે સવારે ટ્રાફિક સિગ્નલ નડ્યું, સામે ટાઇમ લાઈટ જોઈ તો બેતાલીસ સેકન્ડ બાકી હતી એટલે શ્રેયા એક્ટિવા બંધ કરીને ઊભી રહી! ફૂટપાથ પર રેકડી લઈને બેઠેલા એક બા સાવ નિસ્તેજ લાગી રહ્યાં હતાં, એની સાથે એમની રેકડીમાં પડેલાં થોડાં ફળો પણ નિસ્તેજ જાણતા હતા. બે દિવસથી પડ્યાં હોય એવાં ફળોને કોઈ ખરીદતું નહોતું એવું જણાયું, શ્રેયાને નજર એ માજી પર પડી, એમની નજર પણ શ્રેયા પર પડી, એ એમની નિસ્તેજ આંખોથી શ્રેયાને ઈશારો કરીને કેરી ખરીદી લેવા કહેવા લાગ્યાં! ઓફિસ જવાનું મોડું થતું હોઇ અને સિગ્નલ ખુલવાની તૈયારી હતી માટે એને પહેલાં તો ના ભણી દીધી, પરંતુ