એક પૂનમની રાત - પ્રકરણ-95

(99)
  • 6.2k
  • 1
  • 4.3k

એક પૂનમની રાત પ્રકરણ-95 ભંવરસિંહની ગાડી નીકળી ગયાં પછી બાએ મીઠાઇ મંગાવી મોં મીઠું કરાવવા કહ્યું અને યશોદાબેન બોલ્યાં બા તમે આ શું કહો છો ? બાએ કહ્યું યશોદા આટલો સમય થયો તું ભંવરને ઓળખી ના શકી ? મારો છોકરો એ લલનામાં લપેટાઇ ગયો છે. એને સાથે લઇને ઘરમાં ઘાલવાની હિંમત કરી એજ મને ખૂબ દુખ્યું છે અને એ છપ્પર પગી જેવી ઘરમાં આવી ઘરમાં કંકાસ ચાલુ થઇ ગયો. એનાં પગલાંજ કેવા પડતાં હતાં એની ત્રાંસી ચાલેજ સમજી ગઇ કે આ છપ્પર પગી છે જરૂર મારુ ઘર બરબાદ કરશે. એ મને મળવા પગે લાગવા આવી મીઠું મીઠું બોલતી હું એને