કૂતરો..

  • 8.5k
  • 1
  • 3.4k

કૂતરો .."કૂતરો" શબ્દ આપણો ગૂજરાતી શબ્દ છે.ભલે આપણે પશ્ચિમી હવા ને લીધે આપણે એને ટૉમી,ડૉગી,ડૉગ કે પાળેલા કૂતરાને હુલામણું જે નામ પાડ્યું હોય તે ઉપનામથી બોલાવતા હોઈએ!પરંતુ ગૂજરાતી શબ્દ "કૂતરો" જ સાચું છે.કૂતરો શબ્દ જાણી જોઈ હું આ લેખમાં વાપરી રહ્યો છું.આપણે કોઈને ગાળ દેવી હોય ત્યારે આવા નિર્દોષ પ્રાણીઓ જેવાં કે... કૂતરો,બિલાડો,વાંદરો,ગધેડો,ભૂંડ કે બળધીયો ઉચ્ચાર કરી આપણો ગુસ્સો અન્ય પર આ નામથી ઉતારતાં હોઈએ છીએ.ખરેખર તો આ બધાં પ્રાણીઓ ખૂબ નિર્દોષ છે.હા તેને ખીજવશો તો તેના આત્મરક્ષણ માટે વિરોધ જરુર નોંધાવશે.આપણી નજીકનું ઘરેલુ પ્રાણી પ્રથમ કૂતરો છે.આપણે એને નિયમિત ભરપેટ ખાવાનું નાખતાં હોઈશું તો તે આપણું આંગણું ક્યારેય નહીં