પરિતા - ભાગ - 10

(14)
  • 3.5k
  • 1.9k

'મમ્મીને કેવી રીતે સમજાવવું ?' એ વાતની પરિતાને સમજ નહોતી પડી રહી. મમ્મી માટે તો છૂટાછેડા માટે કાં તો પરસ્પરની લડાઈ, દહેજની માંગણી, કાં તો મારઝૂડ.., વગેરે જેવાં જ કારણો હોય શકે. મમ્મીનો ચહેરો ચિંતાગ્રસ્ત બની ગયો હતો. મનમાં હાયકારો પેસી ગયો હતો. હજી તો દીકરીનો સંસાર માંડ - માંડ શરૂ થયો છે ને એનાં મોઢાં પર છૂટાછેડાની વાત...!'પતિ સાથે ન ફાવવાનું કારણ ઝગડો, કંકાસ કે પછી મગજમારી જ હોય શકે...? વિચારોમાં ભિન્નતા, રીતભાતમાં તફાવત કે પછી જુદી - જુદી માન્યતાઓ ન હોય શકે...?' પરિતાએ મનમાં વિચાર્યું."બેટા..., તને સાસરામાં કોઈ જાતની તકલીફ નથી, હેરાનગતિ નથી તો પછી છૂટાછેડા લેવા જેવી