એક પૂનમની રાત - પ્રકરણ-93

(124)
  • 7.3k
  • 3
  • 4.4k

એક પૂનમની રાત પ્રકરણ -૯૩ ભંવરસિંહ દિવાળીમાં રુબીને લઈને ઘરે તો આવી ગયાં અમે છોકરાઓ વંદના અને મિલિન્દ પણ ખુશ થઇ ગયાં. તેઓ ભંવરસિંહને વળગી ગયાં યશોદાબેનને જાણ થઇ ભંવરસિંહ આવ્યાં છે તેઓ રસોડામાં વ્યસ્ત હતાં પરંતુ ભંવરસિંહના આગમનની જાણ થતાં આનંદ થયો તેઓ દરવાજે આવી ગયાં પણ ત્યાં ભંવરસિંહ સાથે કોઈ બીજી સ્ત્રીને જોતાં હૃદય ધબકાર ચુકી ગયું એમનાં મનમાં શંકા કુશંકાએ જન્મ લીધો. ભંવરસિંહનાં આગમનનો આનંદ જાણે ધોવાઈ ગયો. યશોદાબેનને જોતાં ભંવરસિંહે ચહેરા પર કૃત્રિમ હાસ્યને પાથરીને કહ્યું યશોદા આ રુબી ડિસોઝા મારી સેક્રેટરી છે એ તમને મળવા આપણું ઘર જોવા આવી છે સાથે અહીંની દિવાળી જોવી છે.