શમણાંના ઝરૂખેથી - ૨૩. શમણાં કરે પુકાર..!

  • 3.1k
  • 1.5k

૨૩. શમણાં કરે પુકાર..! "મને નહીં ફાવે!" એટલું બોલીને નમ્રતાના હૃદય પર પડેલા ઉઝરડાં લુપ્ત નહોતાં થવાનાં! મમ્મીજીનાં 'કાન ભરે' એ શબ્દો છંછેડાયેલ વીંછીના ડંખની જેમ તેનાં મન પર ભોંકાઈ રહ્યાં હતાં! માતા-પિતાનું અભિમાન બની તેમનાં હૃદયમાં કિલ્લોલ કરતી નમ્રતાનું ખરપાયેલ સ્વમાન શ્વાસ લેવા ટળવળી રહ્યું હતું. તેની વેદનાનું કારણ સુહાસની સમજની બહાર હતું. સુહાસના શબ્દોમાં સાંત્વના હતી - ''કે ચિંતા ન કર! મમ્મીના મનમાં કાંઈ ન હોય! એતો ઉગ્રતામાં બોલી ગયા. તારો એમાં ક્યાં કંઈ વાંક છે! ધીરજથી કામ લે!" પણ, 'કાન ભરે' એવાં શબ્દોનું દીકરાને મન કોઈ મૂલ્ય નહોતું. નમ્રતાએ પણ એ કટુ શબ્દોને હૃદયમાં ધરબી રાખ્યા! ખુલાસો