અવિસ્મરણીય પળ

  • 3k
  • 1.1k

મને એ દિવસ આજે પણ બરાબર યાદ છે, દિવસ નહીં, પણ રાત.... હું યૌવનના ઉંબરે હજી ટકોરા મારતી ઊભી જ હતી... જુવાની આળસ મરડીને નવી તાજગી ભરી રહી હતી... છલોછલ યૌવન છલકાવતી નવયૌવનાનું મદભર્યું રૂપ હતું મારું. આરસપહાણમાં કંડારેલ લાવણ્યસભર કોઈ અપ્સરા જેવો અંગમરોડ... ક્યારેક તો અરીસામાં મને પોતાને જોઈ ખૂદ હું જ શરમાઈ જતી... આ ખીલતી ઉંમરે એ દિવસે હું મારી સખી અનન્યાને ત્યાં અસાઈન્મેન્ટ પ્રિપરેશન માટે ગઈ હતી. બે અંતરંગ સખીઓ મળે, પછી સમયનું ભાન ભાગ્યે જ રહેતું હોય છે. પાછું લાંબુ લચ અસાઈન્મેન્ટ... એની તૈયારી.... બાપ રે..... રાતના સાડા દસ એના ઘરે જ થઈ ગયા.. એનું ઘર