પોપટ

  • 3.6k
  • 1.3k

પોપટ..... વાર્તા.. દિનેશ પરમાર' નજર ' (MO 9924446502) *********************************** રાતે બધીય ભીંતો ટહુકાય ચોતરફ ભીંતો ઉપર કોનું ચિતરેલ ઝાડ છે? પહેલી જ વાર ધ્રૂજી ઊઠ્યું છે પીંજરુ. સળિયાએ સાંભળી તે પીંછાની ત્રાડ છે - ધૂની માંડલિયા *********************************** ટૂટેલી ખાટલીમાં માંદગીને લીધે છેલ્લા અઠવાડિયાથી પટકાયેલી રુખડી ડોશીએ પડ્યા પડ્યા જોયું. તેનો દિકરો હરજી વાંસને ઉભા ચિરીને પટ્ટીઓ છોલવામાં રત હતો.હરજીની ઘરવાળી જીવલી વાંસ સાફ કરી જરુરીયાત મુજબ ઊભા ટૂકડા કરી રહી હતી. રૂખડીને ચા પીવાની ઈચ્છા હતી. હરજી સુધી અવાજ પહોંચે તે રીતે હતી એટલી તાકાતથી કરાંજી, " હરજી ચા મંગાવ ..." કામ કરતા કરતા હરજીએ સામે મેદાનમાં જોયું, કબિલાના બીજા