જળ એજ જીવન______________"જળ એજ જીવન " જળ એટલે પાણી અને તેના ઉપર આ જીવસૃષ્ટિનું જીવન ટકેલું છે. જળ એટલે પાણી. પાણી પૃથ્વી પરનું સૌથી અગત્યનું અને અનિવાર્ય તત્વ છે .પાણી જીવનનું અમૃત છે. કરોડો વર્ષો પહેલા પાણીમાં જીવની ઉત્પત્તિ થઈ હતી. પાણી એ દરેક જીવનકોષનો પાયાનો ઘટક બન્યો. જીવન જીવવા માટે પાણી અનિવાર્ય છે .આથી જ ભૂતકાળમાં દુનિયાની મહાન સંસ્કૃતિઓનો વિકાસ મોટી નદીઓને કિનારે થયો હતો .પાણી માટે યુદ્ધો પણ થયા છે પૃથ્વીની સપાટીનો 70 ટકા જેટલો ભાગ પાણી વડે છવાયેલો છે, છતાં મીઠું પાણી લગભગ 30 ટકા જેટલું છે બાકી બધુ પાણી દરિયામાં આવેલું ખારું પાણી છે એટલે આ