ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-72

(27)
  • 3.1k
  • 1.6k

કિઆરાને જોઈને એલ્વિસના હોશ ઉડી ગયાં.કિઆરા ટુ પીસ બીકીનીમાં એકદમ જોરદાર લાગી રહી હતી.એલ્વિસે ઊંડો શ્વાસ લીધો અને આંખો બંધ કરીને ડુબવાનું નાટક કરવા લાગ્યો.કિઆરા ફટાફટ તરીને એલ્વિસ પાસે ગઇ.એલ્વિસ પાણીમાં અંદર જતો રહ્યો હતો.કિઆરાએ એલ્વિસને પોતાના આલિંગનમાં લઈ લીધો. એલ્વિસે કિઆરાને તેના ગળે લગાવી દીધી. "આમ રોજ થોડું થોડું કેમ મારે છે?એકસાથે જ મારી નાખને?"એલ્વિસે કહ્યું. કિઆરાએ તેની સામે આશ્ચર્યથી જોયું. "કિઆરા,હું કોઈ સંત નથી કે કોઈ મહાપુરુષ નથી."એલ્વિસે તેની કમર ફરતે હાથ મુકતા કહ્યું. "હા,ખબર છે મને.તો તેનું શું છે?"કિઆરાએ પૂછ્યું. "તો ‍આમ રોજ મારા ધિરજની પરિક્ષા ના લે.તને આમ મારી પાસે જોઈને મારા માટે મારી લાગણીઓ કાબુ