શમણાંના ઝરૂખેથી - ૨૧. શમણાં છોડે શું ને માણે શું..?

  • 3.5k
  • 1.6k

૨૧. શમણાં છોડે શું ને માણે શું..? આજની કુટુંબ મીટિંગ એક નવા વિષય પર હતી - નમ્રતાને તેનાં મમ્મી-પપ્પા સાથે થોડાં દિવસ જવા બાબતે. નમ્રતાને સાસુમાંના વિચારોથી મનોમન ખુશી થતી હોય એવું લાગ્યું. સવારે કહેલા 'મેઘા મારા પર ગઈ છે' એવા શબ્દો બે ઘડી સ્મૃતિમાં આવી ગયા. 'ખરેખર પોતે પણ કેટલી સ્વાર્થી હતી કે બે દિવસમાં એકવાર પણ મમ્મી-પપ્પાને યાદ નહોતા કર્યા' એવાં વિચારથી પોતાની જાતને કોષવાં લાગી. "પહેલાંના રિવાજો ક્યાં ખોટા હતા?" મંજુલાબહેને પોતે જ પ્રશ્ન કરીને ખુલાસો પણ કર્યો. "લગ્ન પછી નવા ઘરમાં સેટ થતાં વાર લાગે. દીકરીનું મન કચવાયા કરે, અને નવાં માહોલમાં સાવ ગૂંગળાઈ જાય; એટલે