હું અને કૃષ્ણ વાંસળી - 6 - હું અને કાન્હો

  • 3.7k
  • 1.5k

હું અને કાન્હો આજે વર્ષો પછી મારા રાધા હોવાનો અહેસાસ મને શરમાવી ગયો. “હા, એ હું જછું, જેને આમ કાન્હાની સાથે સમય વિતાવાનો મોકો મળ્યો છે કદાચ... કદાચકાન્હાનું હોવુ માત્ર મને ખુશ કરવા માટે પૂરતું હતું” આજે કાન્હો સવાલ કરે છે. “કેમ રાધા કેમ? તું કેમ આવી મારા જીવનમાં? કોઇકારણ વગર, કોઈ સ્વાર્થ વગર આટલો બધો પ્રેમ?? કેમ રાધા?” અને રાધા કહે છે “પ્રેમ આપવા આવી. જીવનમાં ધ્યેય આપવા આવી. ઘણા મોટાસમર્પણ કરવાના છે કાન્હા તમારે. એટલે મારો મોહ લગાવીને બીજા મોહછોડાવવા આવી. સારુ, ખરાબ, નીતિ, કપત દરેક નો સ્વીકાર કરવાનો છે હસતામોઢે એનો સ્વીકાર કરાવા માટેની પ્રેરણા બનીને આવી.