દીવાલ બોલે છે !

  • 3.2k
  • 1
  • 1k

"દીવાલ બોલે છે !"આધુનિક યુગના યંત્રવત સમયના શૈક્ષણિક માહોલમાં અદ્યતન તકનીકીને અપનાવી શિક્ષણ કાર્ય માટે એક અનુભવી પણ પ્રાચીન પદ્ધતિથી ટેવાયેલ એવા એક શિક્ષકની માનસિક સ્થિતિ વિશે કે જે આવનાર ભવિષ્યમાં થઈ શકે - ૨૦૩૦ પછી.. લગભગ અઠ્ઠાવનની ઉંમરે પહોંચેલા એવા મનુભાઈ શિક્ષક ધીમા ડગલે ચાલતા ચાલતા શાળાના દરવાજે પહોંચ્યા. ત્રિસેક વર્ષથી જે શાળામાં કામ કરતા હતા ત્યાં છેલ્લા દસેક વર્ષથી અસંખ્ય પરિવર્તનો થતાં જોયા ને અનુભવ્યા. પણ બાપળો શિક્ષક જીવ, કરે તોય બીજું શુ કરે? વિદ્યાર્થીઓ વચ્ચે જીવન વ્યતીત થાય અને શેર એક લોહી ચડે એવો એનો જીવ ! હવે તો વર્ષો વીત્યા, શાળાઓ સ્કૂલ બની, પછી ઇન્સ્ટિટ્યૂટ બની,