મુંબઈ ક્રાઈમ 100 - 2

(15)
  • 4.3k
  • 2.4k

‘ચિંતા ના કર બેટા. હું અત્યારે જ તારા ઘરે જઈને તપાસ કરુ છુુ. અને વ્યતિસને તારી પાસે મોકલું છું. ના અંકલ એની જરૂર નથી હું ટેક્ષીમાં આવીજ રહ્યો છું. પંદર- વીશ મિનીટ માં ઘરે પહોંચી જઈશ. ભલે,તું ઘરે પહોંચ એટલી વારમાં હું ત્યાં પહોંચું છું.’વિમલભાઈ પોતાના દિકરા વ્યતિસ સાથે મોટાભાઈના ઘર તરફ ચાલી નીકળ્યા. જતા જતા એમણે પણ મોટાભાઈનો મોબાઈલ જાેડી જાેયો પણ નો રિપ્લાય. * * *બરાબર સાડા ત્રણ વાગે રાજીવ ઘરે પહોંચ્યો. એના બંગલાની બહાર લોકોની ભીડ જમા થયેલી હતી. કંઈક અજુગતુ બની ગયાનો અણસનાર આવતા જ એ લંગડાતા લંગડાતા ઘરની અંદર પ્રવેશ્યો. અંદરનું દૃશ્ય જાેઈને એના પગ