શમણાંના ઝરૂખેથી - ૧૯. કોણ ઝુકાવે શમણાંનાં શઢ..

  • 3.3k
  • 1.6k

૧૯. કોણ ઝુકાવે શમણાંનાં શઢ.. નમ્રતાએ સુહાસ તરફ નજર કરી. એમને પોતાનો કોઈ ખાસ અભિપ્રાય હોય એવું લાગ્યું નહીં. એ પણ મેઘા અને મમ્મીની વાતચિત માં જે નિરાકરણ આવે તે પ્રમાણે કરવા તૈયાર હોય એવું લાગ્યું. દિનકરભાઈ એટલે કે નમ્રતાના સસરા ચર્ચામાં જોડાયા.. "મેઘા, બેઉં ભાઈ આવી જશે, નહીતો હું અને અંકુશ આવી જઈશું. તારા મમ્મીની વાત બરાબર છે" "પપ્પા, મમ્મીની વાત સાચી જ છે. મારે તો એટલું જ કહેવું છે કે ભાઈની જોબ બે દિવસ પછી ચાલુ થઈ જશે, પછી એમને બરોડા આવવાનો સમય નહીં મળે ને, મને ભાભી સાથે એક દિવસ ફરવાનું પણ મળશે!" ચર્ચા કારણ વગર લાંબી