નારી હારી નથી જતી

  • 4k
  • 1
  • 1.4k

અરે શ્રીજા, ક્યાં જાય છે દિકુ. સાંભળ ને જરા. મીત, પ્લીઝ મારો હાથ ને મારો રસ્તો મૂકી દે, નહીતો આજ અહી અનર્થ થઈ જશે. મિત્રો, આ નોકજોક આ ઝગડો હું મારી આંખે જોતી હતી. ગાર્ડનમાં મારી આગળની બેંચ પર બેઠેલ યુગલ છેલ્લા બે કલાકથી એકબીજાને સમજાવી મનાવી રહ્યાં હતાં. યુવક મીત ની આંખોમાં થોડી નફ્ફ્ટાઈ, વાસના, ક્રૂરતા દેખાતી હતી. જ્યારે યુવતી શ્રીજા, એની આંખે આંસુ, કરુણા, પ્રેમ અને ધિક્કાર છલકાતો હતો. હું છેલ્લા બે કલાકથી બન્નેને આ જગ્યાએ લડતા જોઈ રહી છું.આજ ઘરે જવાનો કંટાળો આવતો હતો, ને બારે હવા પણ સરસ હતી. એટલે આજ અહીજ બેસીને મેડિટેશન કરીશ એવું