યાદ કરો કુરબાની - 3

  • 1.9k
  • 2
  • 916

અમે સહુ જેલનાં કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા. સેનાનીઓ જેવા આંદામાનની ભૂમિ પર ઉતરતાં રોમાંચિત થઈ ગયેલા તેવા જ અહીં એકદમ ગંભીર થઈ ગયા. જેલનું વાતાવરણ જ એકદમ ગમગીન, શોકમય અને ભારેખમ લાગ્યું."ઓહ, આ પેલાં ત્રાસદાયક કુકર્મોની યાદ આપતો પીપળો." દત્ત દાદા બોલી ઉઠ્યા. કમ્પાઉન્ડની વચ્ચોવચ્ચ એક જૂનો ઘેઘુર પીપળો હતો."આ જેલને ઓક્ટોપસના આઠ પગની જેમ સાત લાંબી પટ્ટીએ આવેલાં પરિસર હતાં. સ્ટારની જેમ એ ગોઝારા સાત પગા ઓક્ટોપસની જેમ. આ ત્રણ માળ પર દરેક પરસાળમાં લાઈનબંધ દેખાય છે તે અમારી કાળ કોટડીઓ. સેલ." દત્ત દાદાએ તેમની પત્ની, પુત્ર અને મને સમજાવ્યું. સાથે આવેલ કદાચ ગાઈડ જેવો અધિકારી મૌન થઈ ગયો. જેણે આ