“પેલી યુવતી કોણ છે?એને માન સાથે સભાખંડમાં લઇ આવો.”શોર્યસિંહે કહ્યું. “જી દાદાશ્રી.”તે સૈનિક બહાર ગયો અને અન્ય બે સૈનિક સાથે તે યુવતીને સભાખંડમાં લઇ આવ્યો. “શ્વેત નકાબ પહેરેલી, સુંદર આંખોવાળી અને પોતાનાં હૃદયમાં વમળો ઉત્પન્ન કરવાં વાળી યુવતીને જોઇને અર્જુન ચોંકી ગયો પરંતુ વિરાટની વિરાટ સભામાં ઉભેલી પદ્મિનીનું હજુ સુધી અર્જુન તરફ ધ્યાન પડ્યું નહતું. તેની આંખો થાકનાં લીધે ઝુકેલી હતી.તેણે પોતાની આંખો ઊંચી કરી અને ધીમે-ધીમે બધા તરફ ફેરવી.તેની જ સામે ઉત્સુકતાથી જોઇ રહેલ અર્જુન પર તેની નજર થોડી વાર ઉભી રહી.કિંમતી વસ્ત્રો અને આભૂષણો,માથાં પરનો મુકુટ અને સભામાં તેનું સ્થાન જોઈને પદ્મિનીને અંદાજો આવી ગયો કે અર્જુન અહીંનો