આપણો ભારત એટલે વિશ્વની વિભૂતીઓનો ભંડાર. એક કરતા એક ચડિયાત અને મહાન ઋષિ-મૂનિઓની સાથે સંતો અને ભકતોનો પણ દાતાર એવો આપણો આ ભારત દેશ સમગ્ર વિશ્વ માટે શાતિની ચાહ રાખનાર અને સતત વિશ્વને જીવન જીવવાની નવી રાહ બતાવવા માટે અગ્રેસર રહે છે. આવા અનેક પવિત્ર સંતોે-મહંતો અને વિરલ વીરલાઓ આ ભારતની પવિત્ર ભોમકા પર આવી ગયા છે. એવું જ એક જાણીતું નામ છે રમણ મહર્ષિનું. દક્ષિણ ભારતમાં જેમણે ભક્તિ અને આસ્થાની જયોત જલાવી. રમણ મહર્ષિનું બાળપણનું નામ વેંકટરામન હતું. એમના પિતા પ્રતિષ્ઠાવાન વકીલ હતા. રમણ નાનપણથી જ રમતિયાળ અને ભણવામાં નબળા હોવાથી કોઇ ખાસ મહત્તા દર્શાવતું લક્ષણ એમનામાં જણાતું નહોતું.